વીમેન્સ પ્રિમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજીવાર ચેમ્પિયન
વીમેન્સ પ્રિમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજીવાર ચેમ્પિયન
Blog Article
મુંબઈ ઈન્ડિયન્સ ગયા સપ્તાહે પુરી થયેલી વીમેન્સ પ્રિમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માં 3 વર્ષમાં બીજી વખત ચેમ્પિયન બની હતી. શનિવારે રમાયેલી ફાઈનલમાં ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવી હતી. દિલ્હી સતત ત્રીજી વખત રનર-અપ રહી હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં મુંબઈએ 7 વિકેટે 149 રન કર્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવી 141 રન સુધી જ પહોંચી શકી હતી.
મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વનો ફાળો આપતાં ઝંઝાવાતી બેટિંગ કરી 44 બોલમાં બે છગ્ગા અને 9 ચોગ્ગા સાથે 66 રન કર્યા હતા અને નતાલી સ્કિવર બ્રન્ટ સાથે 89 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. બ્રન્ટે 28 બોલમાં ચાર ચોગ્ગા સાથે 30 રન કર્યા હતા. તેણે બોલિંગમાં 30 રન આપી 3 વિકેટ લીધી હતી.
દિલ્હી તરફથી મેરિઝેન કાપ, જેસ જોનાસેન અને ચારાનીએ 2-2 વિકેટ તથા એનાબેલ સધરલેન્ડે 1 વિકેટ લીધી હતી.
150 રનના ટાર્ગેટ પછી દિલ્હી કેપિટલ્સની શરૂઆત પણ નબળી રહી હતી. 17 રનમાં 2 વિકેટ અને 66 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મેરિઝેન કેપે 26 બોલમાં બે છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 40, જેમિમા રોડ્રીગ્સે 21 બોલમાં અણનમ 30 અને નિકી પ્રસાદે 23 બોલમાં અણનમ 25 રન કર્યા હતા, તો મુંબઈ તરફથી બ્રન્ટની 3 ઉપરાંત એમેરીઆ કેરે 25 રનમાં બે તથા શબનિલ ઈસ્માઈલ, હેલે મેથ્યુઝ અને સાઈકા ઈશાકે એક-એક વિકેટ લીધી હતી.
મુંબઈની કેપ્ટન હરમનપ્રીતને પ્લેયર ઓફ ધી મેચ અને બ્રન્ટને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાઈ હતી